Uncategorised

आखरी रंग 🌈

આકર્ષિત થવા કે પ્રભાવિત થવા માટે ક્યાં મૂળભૂત કારણ જવાબદાર હોય ?
અફકોર્સ વ્યક્તિ વ્યક્તિએ આમા વિવિધતા હશે..કોઈને સરળ, સહજ સુંદરતા મોહી લેતી હશે..તો કોઈ ઠાઠ અને ઠઠારો જોઈ મોહાય જતાં હશે..કોઈને સુડોળ અને પરફેકટ શરીર ખેંચી જતું હશે તો કોઈને કસાયેલું મગજ અને ખસાયેલ જિંદગી ગમી જતી હશે.
હું મારું અંગત વલણ કહું તો મને કોઈનાથી પ્રભાવિત થવા માટે એની અથાક મહેનત અને ” નોટ ટુ કવિટ ” એટીટ્યુડ ગમી જાય છે..કોઈએ આંબાની જેમ પોતાની જિંદગીને વાવીને સતત એની માવજત કરી હોય એ બહુ સોહામણું લાગે..અસંખ્ય વર્ષો સુધી રાહ જોતા જોતા ધગશ અને જુનુન અકબંધ રાખવાનું..પોતાની આવડત અને અનુભવનું ખાતર નાખતા રહેવાનું અને એક દિવસ આંબે મીઠું ફળ આવશે તેની ઘેલછા રાખવાની.. ઈન શોર્ટ પોતાના પગ પર સધ્ધર થયેલ વિચારો અને વિટામિન એમથી અધ્ધર ગયેલ વ્યક્તિ મને આકર્ષી જાય છે.

આજે આવા જ એક વ્યક્તિની વાત કરીએ..નામ છે વિકાસ ખન્ના પંજાબના અમૃતસરમાં જન્મેલ સાધારણ પરિવારનો છોકરો..સામાન્ય માન્યતા મુજબ અન્નપૂર્ણા એટલે સ્ત્રી..કેમકે પાકશસ્ત્રમાં તેઓ વધુ પારંગત હોય છે..પણ આ સ્ત્રી સમૂહના દબદબા વચ્ચે વિકાસ ખન્ના એ વિકાસ હાંસિલ કર્યો છે..માસ્ટર શેફ ઓસ્ટ્રેલિયા પરથી માસ્ટર સેફ ઇન્ડિયામાં ખૂબ ચર્ચિત નામ થયું..હાલ ન્યુયોર્કમાં વસતા આ પંજાબી પુરુષની બીજી ઘણી રસપ્રદ વાતો છે પણ આજે આપણે તેમના દ્વારા લખાયેલ અને એમાંથી નિર્મિત થયેલ ફિલ્મની વાત કરીએ..

નામ છે ” ધ લાસ્ટ કલર ” એકનજર કરતા આમ ખૂબ સામાન્ય લાગતી વાતને ગંભીરતાથી અને લાગણીથી છલોછલ ભરેલી આ વાત એટલે આ પુસ્તક કે ફિલ્મની કથા..અહીં કોઈ નાયક નથી..આખો પ્લોટ એક વિચાર પર નભેલો છે, અન્યાય અને અસ્પૃશ્યતાના વિચાર પર.

ત્રણ મુખ્ય નાયિકાઓ પર રચાયેલ આખી વાર્તા કેટલું બધુ કહી જાય છે..છોટી, નુર અને અનારકલી સમાજના જુદા જુદા વર્ગોનું પ્રતિનિધિત્વ કરતી અને તેમની દશા વિશેની વાસ્તવિકતા ખોલતી આ સ્ત્રીઓ આબેહૂબ વર્ણન કરવામાં સફળ રહી છે.

છોટી કે જે વારાણસીના ઘાટ પર ભટકતુ એક અછૂત પાત્ર કે જેને રોજ થતા અનુભવે અને અછૂત હોવાની સમાજની નજરોએ ઉંમર કરતાં વધુ પરિપક્વ અને સમજુ બનાવી દીધી છે..જે ભણવાના પૈસા ભેગા કરવા દોરડા પર ચાલીને રોડ પર જુદા જુદા ખેલ કરે છે…એને કદાચ એમ ખબર છે કે ભણી ગણીને આ અસ્પૃશ્યતાની વાતને આ ઘાટના પાણીમાં વહાવી શકીશ..આખી વાર્તામાં એના ઘણા બધા સંવાદો સ્પર્શી જાય છે પણ એક સંવાદ છે કે જ્યાં તે કહે છે કે ,” મેં કૂતરાને પ્રેમ કર્યો તો તે રડવા લાગ્યુ..કેમ કે તેને પ્રેમની આદત નથી હોતી..” અહીં કૂતરાની જેમ છોટીને પણ પ્રેમની આદત નથી જ.

નુર છે એક વિધવા સ્ત્રી કે જેણે ભરયુવાનીમાં જ પોતાના ભરથારને ગુમાવો પડ્યો…આજે જ્યારે ઠેર ઠેર વૃદ્ધાશ્રમો અને અનાથાશ્રમો ખુલ્યા છે એવી જ રીતે વારાણસીમાં વિધવાઆશ્રમો ખુલ્યા હોય છે..વિધવા થયેલ સ્ત્રીને ત્યાં ચોક્કસ નિયમોનું પાલન કરતાં જીવવાનું..સફેદ રંગ સિવાયના બધા રંગોની બાદબાકી કરી નાખવાની..ફરસાણ કે મીઠાઈ તો દૂર ચા સુદ્ધા વર્જિત ગણાય..મોજ શોખને પતિની ચિંતા સાથે બાળી દેવાના અને પછી એની અસ્થિ સાથે અંદર રહેલ એક હસતી રમતી આત્માને ઘાટના પાણીમાં પધરાવી દેવાની અને નીરસ જીવન જીવતી લાશની જેમ જીવ્યા રાખવાનું.

અનારકલી એક કિન્નર જાતિ…કે જેનું વ્યક્તિત્વ સમાજને ક્યારેય સમજાયું જ નથી, મન પડે ત્યારે તેને વાપરીને તેને જ નીચું અને હલકું સમજનાર આપણો સમાજ એની માનસિકતાથી ક્યારે આધુનિક થશે ??? તે વાત આગળ બહુ મોટો પ્રશ્નાર્થ છે.

અહીં આખી વાર્તા આ ત્રણેયની આસપાસ રચાયેલ છે…એક મેકની ખુશીમાં ખુશી જોવી..બીજાને દુઃખને સ્પર્શીને તેમાં થોડી બાદબાકી કરવી આ આખી ઘટના છે..શરૂઆત ૨૦૧૨ના વર્ષ દરમ્યાન આવેલ ચુકાદાથી થાય છે કે જેમાં વિધવા પર રંગોથી દૂર રહેવા પાછળ ચાલતી સમાજની નબળી માનસિકતાને તમાચો પડે છે..છોટી આજે ખરેખર સ્પર્શી ન શકાય તેવી ઊંચાઈ પર પહોંચી છે..વકીલ બનીને કાયદો અને નુરને કરેલ વાયદો નિભાવે છે..એ વિધવા આશ્રમમાં બધી જ વિધવા સ્ત્રીઓ સાથે હોળી રમે છે.

વાર્તામાં કેટલાક હ્રદય દ્રવી ઉઠે એવા દ્રશ્યો છે કે જેમાં,
ટ્રક ડ્રાઈવરનું વારંવાર છોટી ઉપર થુકવુ,
છોટીનું નૂરને નેઇલ પોલિશ લગાવું,
પોલીસ ઇન્સ્પેકટરની પત્નીનું ઘાટમાં ન નાહવા જવું,
અનારકલી એ કરેલ નાનકડો બળવો,
છોટી અને તેના મિત્રની નિસ્વાર્થ મિત્રતા,
નુરનું છોટી માટે ફોર્ક સીવવું,
અગાશી પર રિવાજ અને લદાયેલા બંધનને નેવે મૂકીને નૂરનું મન ભરીને નાચવું,
નુરની અંતિમ યાત્રા પર વગર કોઈ સહારે દોરડા પર ચાલીને તેના પર રંગ છાંટવો.

એક કથાની અંદર કેટલી બધી વાર્તાઓ અલબત ક્યાંક ચૂક થઈ છે..બધી જ વાત કે વિચારને પૂરતો ન્યાય મળ્યો નથી તેમ છતાં એના કેંદ્રબિંદુ સાથે તે વળગી રહ્યું છે…વાંચનનો શોખ હોય તો આ પુસ્તક ખરીદો અને વાંચી લો ફટાફટ અને ફિલ્મ જોવાના શોખીન હોઉં તો આજે જ જોઈ લો…અંતમાં સઈદ કાદરીના શબ્દો..

बेरंग सी है बड़ी ज़िन्दगी कुछ रंग तो भरूँ
मैं अपनी तनहाई के वास्ते अब कुछ तो करूँ।
जब मिले थोड़ी फुर्सत, मुझसे कर ले मुहब्बत
है तुझे भी इजाज़त, कर ले तू भी मुहब्बत ।।

~ ડૉ. હિરલ એમ જગડ ‘ હીર ‘

Uncategorised

અંધકારથી ઉજાસ તરફ…💫

ભગવાન શ્રી કૃષ્ણ એક દિવસ એમના કક્ષમાં તૈયાર થતા હતા..અને આજે તેમને તૈયાર થવામાં રોજ કરતા જરા વધુ સમય લાગ્યો..અલગ અલગ મુગટ બદલતા અને અરીસામાં પોતાને નિહાળતા ફરી બદલતા અને ફરી પોતાના દેખાવમાં નાનો મોટો ફેરફાર કરતા..બહાર ઊભેલા તેમના સારથીને થયું કે પ્રભુ રોજ તો સમયસર..અલબત્ત સમય પહેલા તૈયાર હોય છે પણ આજે આમ કેમ ?
થોડો વધુ સમય પસાર થયો..
ભગવાન હજુ સુધી બહાર આવ્યા ન હતા..એટલે પોતાની કુતુહલતા દૂર કરવા તે પ્રભુના કક્ષમાં પહોંચ્યા..અને જોયું કે શ્રી કૃષ્ણ ભગવાન રોજ કરતા થોડા વધુ સજેલા છે..અને હજુ તૈયાર થવામાં વ્યસ્ત જ છે…પ્રભુની અનુમતિ સાથે તે કક્ષમાં પ્રવેશે છે અને ભગવાને પ્રશ્ન કરે છે..કે ” આજની ગોષ્ઠિ કોઈ ખાસ છે પ્રભુ ?
કોને મળવા જવાનું છે ? “
કૃષ્ણ ભગવાન ઉત્તર આપતાં કહે છે કે ” આજે આપણે દુર્યોધનને મળવા જવાનું છે. “
સારથી હજુ કુતૂહલતા માં જ છે એ ફરી પ્રશ્ન કરે છે કે..” દુર્યોધન સાથેની ગોષ્ઠિ માં અતિરેક શૃંગાર ? “
શ્રી કૃષ્ણ ભગવાન સ્મિત સાથે કહે છે કે ” એ દુર્યોધન છે એ મારી આંતરિક સુંદરતા નહિ નિહાળી શકે..એને બહાર ના આભૂષણો કે બહારના ઉદ્દીપકો જ આકર્ષિત કરી શકે..મનુષ્યએ હરહંમેશ સામેના પક્ષની ક્ષમતા અનુસાર એને આંકવો જોઈએ. “
સારથી આ વાત થી સંતુષ્ટ થયો પણ એ ફરી કહે છે કે ” પ્રભુ આપ શ્રી કૃષ્ણ ભગવાન શા માટે એમની પાસે જશો ? આમ કેમ ? એ આવે આપની પાસે..? “
ફરી શ્રી કૃષ્ણ કહે છે કે…” ના જવું તો મારે જ એમની પાસે જોવે..ક્યારેય અંધકાર ઉજાસની પાસે ન જાય..હંમેશા ઉજાસ જ અંધકારની ભીતર જઈ ચોતરફ ઉજાસ ફેલાવે..”

હાલની સ્થિતિ પરિસ્થિતિ બધુ અંધકારમય લાગે છે..એમાંથી ઉજાસ શોધવાનો છે આપણે..રોજ ભરતા શ્વાસમાં હકારની ઊર્જા ભરવાની છે.. અંધારો બહુ ગાઢ છે..મુશ્કેલી અપરંપાર છે..પણ આપણે એમાં ઉજાસની જ્યોત જીવતી રાખવાની છે..આ સમય જતો રહેશે..ધીરે ધીરે બધુ ઠીક થઈ જશે..આપણે આપણું અને આપણાનું ધ્યાન રાખીએ..એમની આશ અને હાશ જાળવી રાખીએ..!

ભવતુ સર્વ મંગલમ

~ ડૉ. હિરલ જગડ

Uncategorised

कविता


कितनी दफा बोला था

कितनी दफा कहा था

पर तुमने मेरी एक न सुनी मेरी

अब तुम तो जन्नत के मजे ले रहे होऔर में

यहा तुम्हे याद कर कर के बिलख रही हूं

गलती मेरी थी

मुझे तुमसे प्यार नहीं करना चाहिए़ था

और प्यार किया तो किया पर मैंने तो शादी करके उससे भी बड़ी गलती करली..

तुम्हारे साथ रहेनाहसना गाना जीनातुमपे मरना

वक्त के हरएक पल को जीभर के जीना

सब कुछ मेरी आदत बन गया था

और तुम मेरी इबाबत..
कितने वादे और सोगाते किये थे मुझसे

पर एक बार भी यह नहीं बताया की में जा रहा हूं

हमेंशा के लिऐक्यों चले गए तुम !

इतनी भी क्या जल्दी थी !

(मेंटल वॉर्ड के भीतर कोने में पड़ी थी इक डायरीउसमें लिखी कविता के साथ उस दिन कविता को मेंने पहेली बार देखा – मेरी प्रेक्टिस का आज पहला दिन था)
~ Dr.Hiral Jagad(Clinical Psychologist)

Uncategorised

आचार


थोड़ा नमक

थोड़ा तीखापन

थोड़ा सा मसाला

थोड़ा वक्त

उसमें मिलाकर

कच्ची केरी पड़ती है आचार में

और धीरे धीरे वो
भोजन का

एक हिस्सा बन

जाता है

उसी तरह से

थोड़ा सा ख्याल

थोड़ा सा मसला

थोड़ा अपनापन

और

थोडी सी मोहब्बत

मिलाकर आपने

हमारे जीवन का

स्वाद बदल

दिया है

– हीर 🌻
Dr Hiral Jagad(Bhavnagar)

थोड़ा सा प्यार

Uncategorised

Aisha

Tum ho kamaalTum bemisaalTum lajawab ho… Aisha
આઇશા, આશા, આરઝુ, એની જેવી લાખો સ્ત્રીઓ આપણી આસપાસ વસતી હશે, એને જીવન પાસેથી માત્ર જાત ચાલે એટલી હિંમત અને બીજાને ખુશ રાખી શકે એટલી તાકાત જોઇતી હોય છે એને પૂછો કે તારું સપનું શું ? તારો ફ્યુચર પ્લાન શું ? તારી બચત શું ? તારે અગત્યતા શું ? તારી જાતની પ્રાયોરિટી કેટલા ટકા ? 
આ બધાના જવાબમાં એ નિશબ્દ હશે, પિતાનું “શાબાશ મારી દીકરી”, સાસુનું “વાહ બેટા”, પતિનું “સરસ”, સંતાનોનું “વાહ મમ્મી’ સાંભળવા માટે એણે આખી જિંદગીને દાવ પર લગાવી દીધી હોય છે પ્રેમ કરતા આવડે છે એને માત્ર પ્રેમ જ કરતા આવડે છે થોડું જાજુ કરતાં કેટલું નમતુ મૂકતા એને પગલાં પાડતી વખતે શીખી લીધું હોય છે, તું ઘરની વહુ અને તું આ ઘરની દીકરી છો આ બંનેની આબરુ સાચવવામાં મનનું માન સન્માન સચવાતું જ નથી, દિલ ભરાઈ જાય એટલે રોઈ પડે, અને એનાથી પણ વધુ તકલીફ થાય તો આશરો ગોતે અને કંઈ ન થાય તો મોતને નોતરી લે.
આપણી ભણેલી ગણેલી છોકરીના સામાજીકરણ થાપ ખાઈ ગયા છીએ કે એને આત્મહત્યા કરવી પડે આપણી સમાજની મર્યાદા અને સંસ્કૃતિનું માન જળવાય રહે એટલે એને જીવન ટુંકાવું પડે..ઘણી વાર સાંભળીને ધારસ્કો પડે કે દીકરીને જીવતી સળગાવી દીધી, વહુને ઢોર માર માર્યો, અને બીજું તો કેટલુંય…આપણી સંસ્કૃતિ આ છે ? 
પબ્લીક પ્લેસથી લઈને પોર્ન સુધી જાત જાતનું પ્રદર્શન કરવામાં આવે હેતુ માત્રને માત્ર પુરુષને ખુશ કરવાનો હોય છે, પુરુષ અને સ્ત્રીને પોતાની વ્યક્તિગત જવાબદારી તરીકે ખુશ રહેતા આવડે છે જો આ કામ સ્ત્રી કરી શકતી હોય તો પુરુષ કેમ નહિ ? આપણી સમજણ દિવસેને દિવસે નિમ્ન થતી જાય છે આપણું કદ ઘટી રહ્યું છે અને આપણી માનસિકતા પણ.
ગયા અઠવાડિયે બસમાં મુસાફરી કરવાની થઈ પાસેની સીટમાં બેસીને એક માણસ પોર્ન સાઈડ જોઈ રહ્યો હતો, આસપાસ બેસેલા કોઈ એક માણસથી તેને રોકી કે ટોકી ન શકાયું, કદાચ કોઈ છોકરી શોર્ટ્સ પહેરીને ચડી હોય તો હો હા થઈ ગઈ હોત, અને એમ ન થયું હોત તો કદાચ કાને કાને આડી અવળી વાતો થઈ હોત અને પેલી છોકરીની આબરુના લીરેલીરા થઈ ગયા હોત.
બળાત્કારથી લઈને છૂટાછેડા સુધી દોષારોપણ લગભગ સ્ત્રીઓ પર કરવામાં આવે છે બે પાંચ દિવસો સ્ત્રીઓની વાતો થશે, મહિલા દિવસ નિમિત્તે ઘણું બધું ઉજવાશે પણ એક સ્ત્રી પોતાની જાતને ક્યારેય ઉજવી જ નથી શકતી એ વાતની કોઈ ચર્ચા નહિ થાય આજે તમારે જમવામાં શું ખાવું છે થી લઈને એને હું આવું પહેરું તે ન ગમે, ઘરેથી ના પાડશે આવી બધી વાતની ગોઠવણ કોઈ કાર્યક્રમમાં નહિ થાય.
કોઈ વિડિયો અપલોડ કરીને તો કોઈ અપલોડ કર્યા વગર મરી રહ્યું છે, આપણે આપણી સંસ્કૃતિ અને સભ્યતા ના દંભની જેલમાં કેદ થઈને પડ્યા છીએ જ્યાં એક પિતાને એટલું બોલવાની પણ આઝાદી નથી કે લગ્ન પછી આ ઘર તારું જ છે તું બેધડક આવી શકે છે, તારે આવા માટે કોઈ તહેવાર કે વહેવાર ની જરૂર નથી.
કંકુ પગલાં થયા પછી દીકરીનો પગ એના બંને ઘરની ઉંબરની મર્યાદાને જાળવીને ક્યાંક પડતો હોય છે ( બે માંથી એક પણ ઘરની માલિકી નથી હોતી છતાં) પણ આપણા લગભગ ઘરોમાં પુરુષોનું વર્ચસ્વ સ્ત્રીઓના નામ પર.
આત્મહત્યા કોઈને કરવી પડે એવી સ્થિતિ કે પરિસ્થિતી ઊભી ન થાય તે જ અપેક્ષા. 
– ડૉ હિરલ જગડ ‘ હીર ‘ 

Uncategorised

પ્રેમ : આવેગોનો ગુંચવાડો

શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?

                                                              -રમેશ પારેખ

એને ઇમોજી ગમે અને મને ઇમોશન..એને ક્રિયા ગમે અને મને પ્રક્રિયા, એને સંકેત ગમે અને મને શબ્દ, એને સાથ ગમે અને મને સંવાદ. ફેબ્રુઆરી મહિનો પૂર જોશમાં છે 7 તારોખથી Days શરુ થશે….રોઝ ડે થી વેલેન્ટાઈન ડે સુધી ચાલતો એક પ્રેમનો પર્વ.

બે પાત્રો અને તેમાં છુપાયેલી અસંખ્ય સંવેદનાઓ. બહુ બધા કપલ્સ સાથે વાત..બે આંખો મળે અને સંબંધને પાંખો ફુટે…અંકુરીત થતો સંબંધ મધમીઠો લાગે અને આગળ જતાં  એના મુળિયા વાગે. આંખોમાં આશા, ઉન્માદ અને હેતની જગ્યાએ રાતાશ અને લાલાશ જોવા મળે. પાન પીળુ થાય, સુર્ય લાલ થાય અને સંબંધ રાતો થવા લાગે તેમાં શંકાની વાતો થવા લાગે ત્યારે સમજવું કે અંત નક્કી છે.

ગરિમા નામની યુવતી ખુબ સરળ સ્વભાવની એક ઉગતી લેખક.. એને લખવું ગમે…અભિવ્યક્ત થવુ ગમે..બીજા સાથે વાતો શેર કરીને એને મજા આવે..લોકો સાથે રહીને એને એક ઉર્જા આવે..એની આંખોમાં એક ચમક હોય કાયમ માટે..ગરિમાને પ્રેમ થયો માધવ સાથે માધવ એટલે ઉભયમુખી જીવ.એને શેર કરવુ ઓછુ અને શાંત રહેવુ વધારે ગમે..એને લોકોને સાંભળવા અને માણવા વધુ ગમે..બન્નેનૂં ટયુનીંગ લગભગ બરાબર ચાલતુ પણ ઘણી વખત ગરિમા એક્લુ અને અતડુ ફીલ કરતી, એને હમેંશા રાહ હોતી માધવના પ્રતિભાવની, પણ માધવ એના સ્વભાવ મુજબ કોઇ નાની એવી ક્યારેક પ્રતિક્રિયા  આપતો અને ક્યારેક ભુલી જતો..ક્યારેક એને જરુરી જ ન લાગતુ.

ઘણો સમય પસાર થઈ ગયો એ પછી, ગરિમા અને માધવ એ જાણે એક સમજોતો કરી લીધો કે એકબીજાની અભિવ્યક્તિની કોઇ જરુર નથી, પ્રતિસાદ કે પ્રતિઉતર કે પ્રતિક્રિયાના અભાવમાં પણ સ્વભાવ શાંત રાખીશું.. ઘણા બધા પ્રયાસો અને એકમેકની અંગત સમજદારીથી આ કામ પાર પડયુ ઘણી વાર એવુ બનતુ કે માધવને શાંત રહેવુ હોય અને ગરિમાને વાત કરવી હોય, એકને અભિભુત થવુ હોય અને બીજાને અભિપ્રેત થવુ હોય…ક્યારેક ગુસ્સે થઈ જવાય તો ક્યારેક રડી પડાઈ, ક્યારેક સાથ છોડી દેવા સુધીનો પણ વિચાર આવે અને ક્યારેક એના વગર જીવનની કલ્પના સુધ્ધા ન થાય.. આઆખી પરિસ્થિતિમાં બન્ને એકબીજાને સંભાળી લેતા, ગુસ્સો ખમી જતા, ક્યારેક નમી જતા અને આમ કેટલાય વેલેન્ટાઈન નીકળી જતા હોય છે.

સ્ત્રી અને પુરુષની રચના જ નોખી છે એક છલકાવુ અને એકને મનમાં મલકાવું.. એકને પ્રારબ્ધ ગમે અને એકને વાત્સલ્ય.. એકને પ્રતિમા – પ્રતિભા વ્હાલી અને એકને ઉષ્મા અને ગરિમા.. એક્ની આંખો જલ્દી લાલ થઈ જાય અને એકની જલ્દી ભીની..બન્ને સાથે છે પણ ઘણી વિભિન્ન્તાઓ સાથે.. જે દંપતિઓ આ વાતને ધીરે ધીરે સમજી લે છે એને માટે કાયમ પ્રેમનો જ દિવસ હોય છે.

તારીખ યાદ ન રાખી શક્તો પુરુષ તમારા ચહેરા પર શેનાથી સ્માઈલ આવે એ તો  યાદ રાખી જ લેતો હોય છે.. પોતાના શરીરને મરોડ આપીને સાચવણી કરવાનું ભુલી જતી સ્ત્રી ઘરના ખુણે ખુણાને પોતાના મમત્વથી બાંધીને રાખવુનું ચુકતી નથી. સ્ત્રી અને પુરુષ જુદા છે એટલે જ આક્રર્ષક છે અને મજા પણ એમાં જ છે.

આપને આ પ્રેમનો મહિનો ફળે એવી શુભકામનાઓ

– હિરલ મહેશભાઈ જગડ ‘હીર’

   (ભાવનગર)

Uncategorised

જીવાયું નહીં

મનનું રાખવામાં તન કંઇ સચવાયું નહીં
તનથી મનને વઢ પણ દેવાયું નહીં
રોજ ઉગે અને આથમે છે એનો દિવસ
પણ આમ સુરજ બનીને ચમકાયું નહીં
 ઉપરી સામે ઉભા’તા મસ્તક નમાવીને
ખોટાંને ટાણે ખોટું કહેવાયું નહીં
આબરુના ધજાગરાની અટકાયતમાં
અંતરનું ચિરહરણ થતું રોકાયું નહીં
કાલે કંઇક સારું થશે એમ ધારીને
સાલુ ! આજમાં આજ જીવાયું નહીં
આશા અને ભાષાની ગુંચવણમાં
મૌનના અવાજને સંભળાયું નહીં

– ડો. હિરલ એમ. જગડ ‘હિર’

Uncategorised

શું તમે Antifragile છો ?


“ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,કે સારા હોય છે એની દશા સારી નથી હોતી”
બરકત હિરાણી ‘ બેફામ ‘ સાહેબનો આ શેર ઘણું બધું કહી જાય છે…સારા લોકોની દશા સારી નથી હોતી વાતને લઈને આજે ચર્ચા કરીએ.
Fragile અને antifragileએક કે જેને કાળજીપૂર્વક રાખવાની જરૂર છે અને બીજાને નહીં
Antifragile નો એક અર્થ એવો પણ છે કે જેને ગમે તેટલા પ્રયત્નો તોડી કે ભાંગી શકતા નથી 
આપણે આપણી માનસિકતા સુખ અને સગવડ શોધે છે એને સતત ભૌતિક સવલત અને આરામની ઝંખના હોય છે…પણ આપણે હંમેશા એ જોયું છે, જાણ્યું છે અને નોંધ્યું પણ છે કે જે વ્યક્તિ પીડામાંથી તર્યો હોય એ જ પરમેશ્વરને પામ્યો હોય..જેના પર જાત – જાત સંક્રમણો આવ્યા હોય તે વ્યક્તિ જ વધુ સશકત અને મજબૂત થઈ હોય..
નાનપણથી એશો આરામ ભોગવતો વ્યક્તિ કરતાં ગરીબીમાં ઉછરેલો વધુ આકર્ષક અને સુંદર હશે..તેનામાં ખુમારી અને મહેનત હશે…તેનામાં પોતે કંઈક કર્યાનો આનંદ હશે..પોતે કંઇક પામ્યાનો ઉત્સાહ હશે.
તેના જીવનમાં આવતા વિઘ્નો તેના માટે ચુનોતી ના ચિન્હો જેવા હશે..
તેણે ખાધેલી પછડાતો થી તે વધુ નક્કર અને મજબૂત થયો હશે…
જીવનમાં કંઇક પામવા માટે કંઇક ન હોવું જરૂરી છે.
Antifragile નો અર્થ એમ નથી કે એની કેર જરૂરી નથી પણ એનો અર્થ એમ છે કે કેટલા પણ પ્રયત્નો કરીએ કેટલા પણ સ્ટ્રેસર આવે કે દબાણો આવે તે વ્યક્તિ કે વધુ મજબૂત અને ટકાઉ થશે.
તેનામાં રહેલો આત્મ વિશ્વાસ વધશે…
નાજુક અને કાળજીપૂર્વક ટ્રિટ થવા કરતાં ખડતલ અને નક્કર બને તેવું વ્યક્તિત્વ ઘડીએ.

-ડો. હિરલ એમ જગડ

Uncategorised

કોને કદર છે કોને ખબર !

પણ મને સતત એમ લાગે છે કે મારી કોઇને કદર નથી

મારુ વ્યક્તિત્વ કોઇને કામનું નથી

હું હોવ ન હોવ

કોઇને કંઇ ફર્ક પડતો નથી

આટલું બોલતાની સાથે આકાંક્ષા આયુશના ખોળામાં માથું નાખીને રડવા લાગી

આયુશ છેલ્લા બે મહિનાથી આ વાત નોટિસ કરી રહ્યો હતો  કે

આકાંક્ષા દિવસે દિવસે ઇમોશનલી વિક થઇ રહી હતી

એ વારંવાર વિચારતો કે આ એ જ છોકરી છે જે મુફટ્ટ અને બિંદાસ હતી

આ એ જ છોકરી છે જે અન્યાય સામે વિરોધ ઉઠાવવામાં ક્યારેય ફર્ક પડતો ન હતો

આ એ જ છોકરી છે જેને પાંચ લોકો હોય કે આખું પંચ,

સતાશીલ હોય કે સતાહિન સમુહ હોય

એમની સામે પોતાનો ઓપીનિયન મુક્વા

સશક્ત, સમક્ષ અને  વિવેકી હતી

આ એ જ છોકરી છે જેને જીવનના ત્રાજવે કામ અને કરિયરનો તોલમોલ કરતાં બહુ સરસ રીતે આવડતું હતું

આયુશ આ બધા બદલાવને સમજવા

એક સાયકોલોજિસ્ટને મળે છે

આકાંક્ષાના  પ્રોપર સેશન શરુ થયા..

આકાંક્ષા સાથેની પરામર્શની ગોષ્ઠીમાં મનના કેટલાંક ઝખમોનો એક્સ-રે નીક્ળ્યો

આંખોમાંથી આંસુ અને બદલાતી વર્તણુક પાછળ ક્યાં દબાયેલા આવેગો ગંધાઇ છે

તેની ઓળખાણ થઇ

નાની નાની વિગતોને કાને અને ધ્યાને લેવામાં આવી

યોગ્ય થેરાપી અને કાઉંસેલીગ કરવામાં આવ્યુ

ધીરે ધીરે આકાંક્ષા પહેલા જેવી થઇ ગઇ

રોજબરોજનો હિસાબ થાય છે પણ

રોજ ઉથલપાથલ કરતાં આપણા આવેગોનો હિસાબ મળતો નથી

આવી આપણી બીજી કેટલીક દુભાયેલી લાગણીઓ આપણા વર્તમાનને દુભાવ્યા કરે છે

આપણા માનસની કાળજી રાખીએ

આપણે જીવનમાં આવતી સમસ્યાઓથી લડવાનું છે

જીવન સાથે નહીં.

અંતનો કોળિયો :  મારી ટીકા કરો, નિંદા કરો, વખાણ કરો,

                          હજી હું જીવું છૂં લોકોને જાણ કરો.

–  ખલીલ ધનતેજવી

  • ડો. હિરલ એમ. જગડ ‘ હીર’
Uncategorised

ઉઝરડાં

આંખોની બહાર નીકળતું

પેલું ખારું પ્રવાહી

લાગણીઓનો દબદબો

અભિવ્યક્તિની ઓછ્પ

મનોબળની હદ

ધીરજની સરહદ

સંવેદનની સીમા

આનંદમય જીવનનો ડોળ

બધુ સહી સલામત હોવાની દીવાલ

ખાલીપાની અંદર ધરબાયેલો ખાલીપો

મનને મજબુત કરતી બધી જ દલીલો

હ્રદયની ભીતર પડેલી ઇચ્છાઓની લાશો

આબરુનો મોટો ડુંગર

ઓળંગીને બહાર આવતું હોય

ત્યારે

માયલામાં ઠેકઠેકાણે

ઉઝરડાં પડતા

હશે ને !

-ડો. હિરલ એમ. જગડ ‘ હીર’