એક સ્ત્રીના વખાણ કરવા બેસીએ તો સમય લાગે અને એના પર લખેલા લખાણ વાંચવા બેસીએ તો એનાથી પણ વધુ સમય લાગે..

સ્ત્રીનું જીવન સમર્પણને વરેલું છે નાનપણમાં ભાઈ કે બહેનને આપવાથી લઈને પુત્રવધૂને ઘરની ચાવી આપવા સુધીની કથામાં ઘણી નાની અને નજીવી વ્યથા તે જીરવી જતી હોય…સ્ત્રી સહજ સ્વભાવ મેં જોયો છે જાણ્યો છે અને સમજ્યો છે તે હંમેશા સારું દેખાડવા મથતી હોય છે એ પછી તેના પપ્પાનો સ્વભાવ હોય કે આર્થિક અભાવ હોય..પતિનો પ્રેમ હોય કે સાસરા નો અસબાબ હોય..પોતાનો ચેહરો હોય કે સુવિધાનો ઢેરો હોય ..

બધું લગભગ લગભગ તે સારું અને સુઘડ બતાવે..આ બતાવે છે તે આપણને જે દેખાઈ છે પાછળ તે ઘણું બધું સંતાડી દે છે..મારા પપ્પાનો સ્વભાવ ખૂબ સારો કહીને તે ઘણી બધી મરેલી ઈચ્છાઓને સમજાવી દે છે કે તારે પપ્પા કહે તેમ વર્તવાનું છે બીજી કોઈ રીતે વર્તવું એ યોગ્ય નથી..મને આવા કપડાં ન ગમે કહીને પોતાના આર્થિક અભાવને પાલવમાં વાળી લે છે..પોતાના પતિએ બળજબરી પૂર્વક સંતોષેલી હવસને પણ તે પ્રેમનું નામ આપીને ઢાંકી દે છે..અને તેની વાંસમાં ગુંગળાતી રહે છે..સાસરીમાં શાનથી જીવે છે તેવું દેખાડવા તેને ઘણી મેહનત કરવી પડે છે..પણ આ પરિશ્રમની ક્ષિતિજ દેખાવા દેતી નથી પોતાના ચહેરા પર મેકઅપનો ઢગલો આ બધું છુપાવવામાં એની મદદ કરી દે છે..
આ બધા સિવાય પણ તે એક વસ્તુ છૂપાવે છે તે છે ડર..રોજ રોજ કાને પડતાં નથનવાં કિસ્સા તેના ડરને વધુ મક્કમ બનાવે છે કે દરેક પુરુષથી ડરવું..
તે ક્યારે માનવમાંથી દાનવ થશે કંઇ નક્કી નથી..તેના આવેગો પર તેનો જરા પણ કાબુ ન હોય જેમ કોઈ નાનું બાળક કુદરતી હાજતને રોકી નથી શકતું તેવી રીતે આવા આસપાસના પુરુષો પોતાની હવસને રોકી નથી શકતા તેમાં તેમનો કોઈ દોષ નથી દોષ સ્ત્રીનો છે તેના કપડાનો છે તેના શરીરનો છે..પુરુષ તો બિચારો લાચાર છે..
એક સ્ત્રીના અંગોમાં લોખંડના સળિયા ઘોકાવીને તેનામાંથી આંતરડા કાઢી નાખ્યાં બાદ પણ તે વ્યક્તિની આંખમાં અપરાધ ભાવ ન જોવા મળે..
દોઢ વર્ષની બાળકીના અંગોને પીખવામાં જે મર્દાનગી માનતો હોય..વિશ્વાસની ફેરી કરનાર વ્યભિચાર કરવાને ખાનદાની સમજતો હોય..સ્ત્રી પર રાડો પાડવી હાથ ઉપાડવો અને વધુ કંઇ થાય તો તેને શારીરિક રીતે નીચવી નાખવાને જે પુરુષત્વ ગણતો હોય તેવા સમાજમાં ખરેખર બળાત્કાર થાય છે તે સ્ત્રીનો જ વાંક છે..!

બે પાંચ દિવસની ચર્ચા થાય..મીણબત્તીઓ સળગાવી રેલીઓ નીકળી પડે..ફાંસી થાય કે એન્કાઉન્ટર થાય પણ આ માનસ બદલી શકાશે આ બધા પ્રયાસોથી ??
સ્ત્રીને નિમ્ન ગણવાની માનસિકતા બદલાશે ?
સ્ત્રીને મારવાનું પણ નથી અને એને અશ્લીલ રીતે માણવાનું પણ નથી..એને એક માણસ તરીકે જીવવાનો હક છે તેમાં ચંચુપાત કરવાની નથી…આ વલણ શીખવવાનું છે અને વ્યવહારમાં લાદવાનું છે આવું કંઇક થાય તો પરિસ્થતિમાં બદલાવ આવે નહીં તો રોજ એક કિસ્સો આપણા જીવનનો હિસ્સો તો બંને જ છે..મીણબત્તીની ગરમી મીણ સુધી સીમિત ન રહેતાં આપણા ગંધાતા માનસ ને પણ ઓગાળે તો સારું.








બની શકે તેને પણ તેના સ્થાનથી અસંતોષ હોઈ..એવી કેટલીક જગ્યા પર તેને રહેવું વ્યર્થ લાગતું હશે કે જ્યાં માત્ર તેને સુવ્યવસ્થિત રીતે ક્કવારી પ્રમાણે ગોઠવી દેવામાં આવે છે કે પછી માત્ર શોભાના ગાંઠિયાની માફક મૂકી દેવામાં આવે છે..વળી તેને તેનુ દુઃખ પણ થતું હશે.. ગુસ્સો પણ ભારોભાર આવતો હશે…પરંતુ મનુષ્યની માફક તે રડી નહિ શકતું હોઈ..ત્યજી નહિ શકતું હોઈ..કે સ્થાન છોડીને ભાગી નહિ શકતું હોઈ..કે આપઘાત પણ નહિ કરી શકતું હોઈ..પણ કદાચ..ક્યારેક તેણે એવું કર્યું હશે કે…ઝાકળની આડમાં ચૂપચાપ તેને તેની ભીનાશ, તેની વેદનાઓને પાનાંઓની વચ્ચે ઓરી દીધી હશે…! જેમ આપણે ઓશીકાં માં આંસુ રેડીએ છીએ તેમ..!ક્યારેક પુસ્તકને કાળજીનો અહેસાસ થતો હશે ને..મીઠુંમીઠું લાગ્યું હશે..જ્યારે તેના ફાટેલા પાનાંઓને કોઈ સેલોટેપની મદદથી સાંધવાનો પર્યાસ કર્યો હશે ત્યારે અદલ આપણા શારીરિક માનસિક ઘા પર કોઈ મરહમ લગાવાતું હોઈ તેવું જ એને પણ લાગતું હશે..અને તેના મુખપૃષ્ઠ પર મિઠાશ અને ઊર્જા આવી જતી હશે…!તેને આ બધા ભાવોની સાથે કદાચ આજે સૌથી મોટો ભાવ અનુભવતો હશે…એ છે.. અવગણનાનો જે માણસ માટે પણ અસહ્ય છે..આપણી ઝરા જેટલી અવગણના થાય તો આપણે રઘવાયા થઈ જઈએ છીએ..ઝઘડી પડીએ..કે પછી રિસાઈ જઈએ….પણ પુસ્તક ક્યારેય રઘવાયું થતું નથી.. રીસાતું પણ નથી..ઝઘડવા આવતું નથી..
માની લઈએ કે તેને આ બધું થતું હોય આ બધું તે કરતું હોય તો પણ..
(10-06-2019)

