એક વ્યક્તિ જન્મે છે તેનું સામાજીકરણ થાય છે..તેનો વૃધ્ધિ અને વિકાસ થાય છે..

આની સાથે તેનામાં રહેલા અહમની દિવારો પણ પહોળી થાય છે.. પોહળાય યોગ્ય દિશામાં અને યોગ્ય માત્રામાં થાય તો તકલીફ નથી નહિ તો કઠંગુ અને અસ્તવ્યસ્ત દેખાય છે..
એક છોકરાંની વાત જે પોતાના અસ્તિત્વને બચાવવા અને કંઇક કરી છૂટવાની ભાવના સાથે વિદેશ જાય છે..એનામાં રહેલા ગભરાયેલા આત્મને ઝંઝોળીને સ્થિર કરે છે અને કામ પર લાગી જાય છે રાત દિવસ કામ કરે છે ધીરે ધીરે પૈસા ભેગા થવા લાગે છે.વધુ પૈસા વધુ ભૌતિક સગવડો અને વધુ મેળવવાની દોડ ચાલવા લાગી..
અહીં અહમ પણ વધતો હતો..આ છોકરાની સાથે સાથે તેના પરિવારના સભ્યોની પણ અહમની દિવાલ મોટી થઈ..હર વસ્તુમાં ચલાવી લેવાતું હતું અને હવે એક એક વસ્તુની એલર્જી ઊભી થાય છે..સંબધોમાં હળીમળીને રહેવું જેને ગમતું હતું એ હવે સતત બધાં લોકોને મળીને પોતાની સિધ્ધિની બડાય કરવાને ખુશી માને છે..જે માત્ર પોતાના સમય અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા માંડે છે..અને એ મનોમન સમજે છે કે મારા અસ્તિત્વની મેં શોધ કરી લીધી.

પણ હકીકતમાં તે ઘણું છીછરું અને ધૂંધળું વિચારે છે..આંખોમાં સપનાં વાવી શકીએ એવા સપનાં જે તમને ધનવાન નહિ પણ ક્રાંતિમાન બનાવે..જીવન જીવવા માટે માત્ર પ્રાથમિક જરૂરિયાત જ જરૂરી નથી પણ આની સાથે બીજું ઘણું જરૂરી છે…
મમત્વની લાગણી..આત્મીયતાનો આધાર અને લોકોની આપણા પર રહેલી શ્રધ્ધા આપણને જીવાડે છે
એક સામાન્ય ઘરનો પુરુષ બહુ નબળી આર્થિક સ્થિતિ માંથી પસાર થઈ આગળ આવે છે..ધીરે ધીરે તમામ પરિસ્થતિ બદલાઈ છે પણ એનો સ્વભાવ એમાં રહેલી વિનમ્રતા એવી ને એવી જ રહે છે.
જીવન એટલે શું ? સવારથી રાત અને રાત થી સવાર સુધીનો સફર પરંતુ એની વચ્ચે એક સાંજ પડે છે એ સાંજ તમને ચડતી અને પડતી બંને આપે છે.

જીવનમાં સુખી થવું અને ખુશ રેહવું જેટલું અગત્યનું છે તેટલું જ મહત્વ વિવેકશીલ હોવાનું છે.
તમારા પૈસા અને ઓળખાણના ઢગલા પર ધમપછાડા કરતાં કરતાં તમે ક્યારે પડી જશો એની તમને ભાન સુધ્ધા નહિ રહે..
પ્રસિદ્ધ જરૂર થાવ પણ પ્રદર્શિત નહિ..
મમત્વ જરૂર હોવું જોવે પણ માયા નહિ..
સ્વમાન અને સ્વાભિમાનની જાળવવાનું છે એના બધી જગ્યાઓ પર ધજાગરા કરવાની કોઈ આવશ્કતા નથી..
મોઢું ખોલવું કંઇક બોલવું ત્યારે જ જોઈએ જ્યારે યોગ્ય સમય અને શક્તિ હોય..
જ્ઞાનનો ભંડાર હોય કે પૈસાનો પટારો હોય પણ એની અંદર રહેલા અહમની ઉધય તમને જીવવા નહિ દે..
તો એક વાર અરીસા સામે ઊભેલા વ્યક્તિથી રૂબરૂ થઈને પૂછવું કે..શું તમે ડાઉન ટુ અર્થ છો ??
~હિરલ જગડ ‘ હીર ‘ ❤️























