Uncategorised

લાગણી🤍🤔

તુમ મેરે લિયે કોઈ ઇલજામ મત ઢૂંઢો
ચાહા થા તુમ્હે, યહી ઇલજામ બહુત હૈ
-સાહિર લુધિયાનવી

ઘણી વખત નહિ આમ તો મોટે ભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે કોઈની અપેક્ષા રાખીએ છીએ એ જ સૌથી મોટી ભૂલ છે જો અપેક્ષા જ ન હોય તો દુઃખ આવશે જ નહિ પણ ખરેખર એવું બને ખરું ?

“છું તૂટી જવાની અણી ઉપર ટકી જઈશ હું,મને પ્રેમ કર”~રિષભ મહેતા

મૃદુલા અને મોહનની આ વાત બંન્ને પતિ પત્ની બન્યા તે પેહલા ચાર વર્ષથી પ્રેમી હતા બધું બરાબર ચાલતું હતું અને પછી ધીરે ધીરે એમ કહી શકાય કે ચલાવવામાં આવતું હતું. બંનેના લગ્નજીવન ના શરૂવાતના તબક્કામાં બધું ઠીક ચાલતું હતું..પણ કોઈ સમય એવો આવ્યો કે જ્યાં બંને એકમેકથી રિસાયેલા હતાં અને આમાં સંબંધ મચકોડાય જાય..બંને છૂટા પડ્યા અને બે વર્ષ પછી ફરી મળ્યાં અચાનક ત્યારે દબાયેલી લાગણી અને મજકોડાય ગયેલા સંબંધ પર હળદર લગાવવાનો એક મોક્કો મળ્યો બંને એ એકમેકના મનની વાત ખોલીને મૂકી ત્યારે સમજાયું કે આપણે વધુ અંગત થવામાં એકમેકની સંગત ખોઈ બેઠા..વાતમાં અર્થની બદલે આરોપ શોધવા લાગ્યા હતા અને વધુ જાણવામાં જાની દુશ્મન બની ગયા હતા.

પ્રેમરૂપી છો એટલે જ આરોપી થતાં થતાં રહી જાઉં છો બાકી દોષો તમારા પણ ઓછા નથી.

આપણે ઘણા દંપતીમાં આ વસ્તુ જોઈ છે કે જેનો ચેહરો જોઇને સવાર પડતી હોય એ ચેહરાને આપણે નજીક કે દૂર દૂર સુધીના ભવિષ્યમાં જોવાની અનિચ્છા દર્શાવીએ છીએ..આવું કેમ થતું હશે ? એનું કારણ છે કે એકદમ નજીક કેમેરાને લઈ જવાથી ફોકસ હટી જાય છે..ધૂંધળું અને અસ્પષ્ટ દેખાય છે..આ અસ્પષ્ટતા માનસિક અંતર વધારે છે અને પછી સંબધોમાં દીવાસળી ચપાય છે..મૃદુલા અને મોહન સાથે પણ આવું જ થયું પણ સમયે એમને સમય આપ્યો અને એ સમયે એવી સમજણ પણ આપી કે બંને એકબીજાને સમજી શકે..બધાને આ તક મળતી નથી.

દરેક વ્યક્તિ (પ્રાણી) કશુંક ઝંખે છે તમારી પાસેથી મોટેભાગે તે સકારાત્મક લાગણી હોય છે આ લાગણીમાં વધઘટ એ પ્રેમને નિષેધક સહસંબંધમાં ફેરવી શકે છે..! આ વધઘટના હિસાબો કરવા કોઈ માર્ચ મહિનો ફિક્સ ના હોય જે થઈ શકે તે સમયે કરી નાખવું નહીં તો હાલત ખરાબ થઇ શકે આપણી અને આવી લાગણીઓની પણ..

શેરબજાર જેવું જ છે આ, અહીં ક્યારે શું ગબડી પડે કંઇ નક્કી નથી.. સંભાળીને ચાલજો..એટલું જોઈ લેવું કે કોરોના જેટલો હાનિકારક છે તેટલું આપણું વર્તન તો કોઈને હાની નથી પહોચાડતુને ?

©હિરલ એમ. જગડ ‘ હીર’ ❣️

Leave a comment